VIRANJALI SHOWS HIGHLIGHTS

MEHSANA VIRANJALI  

BHUJ VIRANJALI  

Viranjali Program in Kutch : કચ્છમાં વિરાંજલી કાર્યક્રમ સાથે આઝાદી માટે બલિદાન આપનારાઓનું સન્માન

ભુજના હિલ ગાર્ડન ખાતે વિરાંજલી કાર્યક્રમ (Viranjali Program in kutch) અંતર્ગત ભારતના વીર સપૂતોની અમરકથા નાટ્ય રજુ કરવામાં આવ્યું હતું. સાથે જ દેશની આઝાદી માટે શહીદ થયેલા (Honoring Soldiers Martyred in Kutch) જવાનો તેમજ હયાત જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કચ્છ : ભુજ ખાતે યોજાયેલા વિરાંજલી કાર્યક્રમમાં કચ્છના જેટલા યુવાનો દેશની (Viranjali Program in Kutch) સેનામાં જોડાયા હતા અને યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દેશની સેનામાં સેવા આપેલા અને હાલમાં હયાત જવાનોનું પણ સન્માન (Honoring Soldiers Martyred in Kutch) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 10,000થી પણ વધુ પ્રેક્ષકો જોડાયા હતા. ઉપરાંત વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.

વીર સપૂતોની અમરકથા – વિરાંજલી કાર્યક્રમમાં અંગ્રેજોના કાર્યકાળની આઝાદી સુધીની સફર નાટ્ય સ્વરૂપમાં (Viranjali Program in Bhuj 2022) પ્રદર્શિત કરવામાં આવી હતી. દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોની દેશભક્તિની વાતો રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મર્યાદિત પ્રવેશ હોતા અન્ય લોકોએ કાર્યક્રમના સ્થળોની બહાર જમીન પર બેસીને LED સ્ક્રીન મારફતે પણ કાર્યક્રમ માણ્યો હતો.

 

અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા – આ રંગારંગ કાર્યક્રમમાં કચ્છ કલેકટર, પશ્ચિમ કચ્છ એસ.પી., પ્રભારી પ્રધાન કિર્તીસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, જીલ્લા પ્રમુખ કેશુ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલ કારા, પ્રભારી ડો.હિતેશ ચૌધરી, ધારાસભ્ય વાસણ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર (Viranjali Natya) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RAJKOT VIRANJALI  

શનિવારે રાજકોટ આપશે શહિદોને ‘વિરાંજલી’: કલાકારોની ઉતરશે ફૌજ

એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ પર રાજકોટના 48 સહિત 200 જેટલા કલાકારો શહિદોની શહિદીને ‘લાઈવ’ વર્ણવશે: સાંઈરામ દવે, ગીતા રબારી, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો બોલાવશે દુહા-છંદની રમઝટ

* પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા ઋત્વીજ પટેલ સહિતનાની ખાસ ઉપસ્થિતિ

* ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જ નહીં બલ્કે લાલા લજપતરાય, મદનલાલ ઢીંગરા સહિતનાઓના જીવન-કવન વિશે પણ યુવાનોને કરાશે વાકેફ: યુવાનોના રૂંવાટા ઉભા થઈ જાય તે રીતે યોજાશે અઢી કલાકનો કાર્યક્રમ: શહેરીજનોને ઉમટી પડવા હાકલ

રાજકોટ, તા.30
‘વિરાંજલી’ સમિતિ અને સ્વ.ચીમનભાઈ શુક્લ લોક કલ્યાણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવારે રેસકોર્સના કવિશ્રી રમેશ પારેખ ઓપન એર થિયેટરમાં હજારો યુવાનોની ઉપસ્થિતિ વચ્ચે દેશની રક્ષા કાઝે શહિદ થઈ જનારા શહિદોને ‘વિરાંજલી’ના અત્યંત ઝાકઝમાળભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામાંકિત કલાકારોની ફોજ ઉતરશે અને કલાકારો થકી યુવાનોના રૂંવાટા ઉભા થઈ જાય તે પ્રકારનો કાર્યક્રમ આપવામાં આવશે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ ઉપર રાજકોટના 48 સહિત 200 જેટલા કલાકારો શહિદોની શહિદીનું ‘લાઈવ’ વર્ણન કરશે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વીજ પટેલ, મેયર ડૉ.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, હાસ્ય-સાહિત્ય કલાકાર સાંઈરામ દવે, ભાજપ અગ્રણી કશ્યપ શુક્લ ઉપરાંત શહેર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ સહિતનાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં નામાંકિત ગુજરાતી કલાકારો ગીતાબેન રબારી, સાંઈરામ દવે, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી સહિતના દુહા-છંદની રમઝટ બોલાવશે. આ ઉપરાંત દેશ માટે શહિદ થનારા શહિદો કેવી રીતે જીવન જીવ્યા, કેવી રીતે તેમણે જીવન નહીં શહિદી પસંદ કરી તે સહિતનું વર્ણન નાટક થકી કરશે.

 

AHEMDABAD VIRANJALI